Gujarat Police Bharti 2024, Notification PDF, 12472 Vacancies, Eligibility, Apply Online

Gujarat Police Recruitment 2024 – GPRB Recruitment 2024
Recruitment Organization | Gujarat Police Recruitment Board (GPRB) |
Posts Name | PSI, Constable, Jail Sepoy |
Vacancies | 12472 |
Job Location | India |
Last Date to Apply | 30-04-2024 |
Mode of Apply | Online |
Category | GPRB Recruitment 2024 |
Join Whatsapp Group | WhatsApp Group |
Gujarat Police Recruitment 2024 Job Details:
Posts:
Sr. No. | Post | No. of Posts |
1 | બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
2 | બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
3 | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
4 | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
5 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
6 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
7 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) | 1000 |
8 | જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
9 | જેલ સિપોઇ (મહિલા) | 85 |
Total | 12472 |
Total No. of Posts:
- 12472
Gujarat Police Recruitment 2024 – Educational Qualification:
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર: (PSI) ઉમેદવાર ભારતમાં અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે.
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઇ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.): (Lokrakshak) ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૫/૨૦૧૨ ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧- યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.
- Please read the Official Notification for Educational Qualification details.
Gujarat Police Recruitment 2024 – FAQ:
- મહિલાઓ કઇ કઇ જગ્યાઓ માટે અરજી કરી શકશે?
જવાબઃ મહિલાઓ એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ (SRPF) સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે. - માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે?
જવાબઃ આર્મી/નેવી/ એર ફોર્સમાંથી નિયમોનુસાર નિવૃત્ત થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખ થી એક વર્ષની અંદર નિવૃત થનાર હોય તે જ માજી સૈનિક તરીકે અરજી કરી શકે. BSF/ RPF /પેરામીલેટ્રી ફોર્સના નિવૃત્ત કર્મચારી અરજી કરી શકે નહીં.) - શારીરીક અપંગતા (ખોડખાપણ) માટે કેટલી જગ્યા અનામત છે?
જવાબઃ આ પોલીસ વિભાગની ભરતી હોવાથી કોઇ જગ્યા અનામત નથી. - CCC કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ન હોય તો અરજી કરી શકાય?
જવાબઃ હા. પરંતુ કોમ્પ્યુટરનું પૂર્વજ્ઞાન હોવુ જરૂરી છે. જે અંગે રાજય સરકારશ્રીએ વખતો-વખત નકકી કર્યા મુજબ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પહેલા અચુક રજુ કરવાનું રહેશે - SEBC માટે નોન-ક્રિમીલેયર સર્ટીફિકેટ રજુ કરવાનું છે?
જવાબઃહા, અરજીમાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છે. અને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ SEBC ઉમેદવારો માટે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધીનાં સમય ગાળામાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ મેળવેલ હોવુ જોઇએ. અન્યથા અનામતના લાભ મળશે નહીં. - EWS માટે કયુ સર્ટીફિકેટ રજુ કરવાનું છે?
જવાબ: અરજીમાં EWS માટે પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છે. અને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ EWS ઉમેદવારો માટે તા.૦૧/૦૫/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૪ ની સુધીનાં સમય ગાળાનું પાત્રતા પ્રમાણપત્ર મેળવેલ હોવુ જોઇએ. અન્યથા અનામતના લાભ મળશે નહીં. - SC/ST/SEBC/EWSના ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે?
જવાબઃ નિયમ મુજબ STના ઉમેદવારોને ઉંચાઇમાં લાભ મળશે ( મૂળ ગુજરાતના હોય તેઓને ) જયારે SC/ST/SEBC/EWS કેટેગીરીનાં ઉમેદવારોને ઉંમરનો લાભ મળવાપાત્ર થશે. - શારીરીક ક્ષમતા કસોટી (દોડ)માં ગુણનું પ્રમાણ કેવી રીતે નકકી કરેલ છે?
જવાબઃ દોડના ગુણ ગણવામાં આવશે નહી ફકત ઉત્તીર્ણ થવાનું રહેશે. - શારીરીક ક્ષમતા કસોટી દરમ્યાન ઉંચાઇ, છાતીની માપણી કરવામાં આવશે?
જવાબઃ હા નિયમ મુજબ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે માપણી કરવામાં આવશે. - આ ભરતી માટે સૌ પ્રથમ કઇ કસોટી લેવામાં આવશે?
જવાબઃ આ ભરતી માટે સૌ પ્રથમ શારીરીક કસોટી જેમા શારીરીક દોડ કસોટી અને શારીરીક માપ કસોટીનો સમાવેશ થાય છે. - શારીરીક કસોટી બાદ કઇ પરિક્ષા લેવામાં આવશે?
જવાબઃ શારીરીક દોડ કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોને લેખિત પરિક્ષા/મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. - આ પરીક્ષામાં માઇનસ પધ્ધતિ અમલમાં છે?
જવાબઃ હા ( વધારે માહિતી માટે વેબ સાઇટ ઉપર આપેલ સુચનાઓ જોવી) - આ પરીક્ષાનું માધ્યમ કયુ રાખવામાં આવશે?
જવાબઃ (૧) પો.સ.ઇ. કેડરમાં પેપર-૧ના પાર્ટ-એ અને પાર્ટ-બી તથા પેપર-૨ના પાર્ટ-એ માં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે જયારે પેપર-૨ના પાર્ટ-બી માં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે.
(ર) લોકરક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે - અરજદારે કરેલ અરજીમાં ભુલો સુધારવામાં આવશે કે કેમ?
જવાબઃઅરજદારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઇન અરજીમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો અને ઉમેદવારની ખરેખર કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતોમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે. - તમામ સંવર્ગમાં મૌખિક ઇન્ટરવ્યુ રાખેલ છે?
જવાબ: ના - ઓનલાઇન ફી ભરી છે પરંતુ મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ નથી આવ્યો તો શું કરવુ?
જવાબઃ ઓનલાઇન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપના મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ ન આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઇન ફી ભરેલ હોય તે બેંક/બ્રાન્ચનો સંપર્ક કરી, જે બેન્ક ખાતામાંથી ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી, ફી ભર્યાની ખાતરી કરી લેવાની રહેશે. - એક કરતા વધારે અરજી થઇ ગઇ હોય તો શું કરવુ?
જવાબઃ એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. તેમ છતાં એકથી વધુ અરજી (Multiple Application) ના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક જ અરજી માન્ય ગણાશે. તે સિવાયની બધી અરજીઓ રદ્દ થશે અને ભરેલ ફી ના નાણાં પરત મળશે નહીં. - ગ્રાઉન્ડ અને પરીક્ષા કયાં મહીનામાં યોજાશે તારીખ જાહેર કરવી ?
જવાબ: ચોમાસા પછી યોજાવાની સંભાવના છે. - PSI ની ભરતીમાં ગ્રેજ્યુએશન ના લાસ્ટ સેમમાં હોય તેવા વિધાર્થીઓ અરજી કરી શકશે.
જવાબ: ના. - પરીક્ષા ઓનલાઇન લેવાની છે કે ઓફલાઇન ?
જવાબ: ઓફલાઇન - માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી ન આવી હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ હા - ૧૨ ની માર્કશીટ મુજબ નામ આપલોડ કરીયે ત્યારે આઈડી કાર્ડ માં નામ અલગ પડી જાય ત્યારે શું કરવું કારણકે માર્કશીટ જુની હોય અને ગેજેટ માં નામ સુધારેલ હોય તો અરજી કયાં નામથી કરવી..
જવાબઃ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસની માર્કસીટ મુજબ જ નામ લખવાનું રહેશે.બાકીની વિગત પરીક્ષાના કોલલેટર સમયે જણાવવામાં આવશે. - વેઈટીંગ લીસ્ટ ની જોગવાઈ કરવામાં આવે.
જવાબ: PSI ની જગ્યા માટે જોગવાઇ છે. લોકરક્ષક કેડરમાં નથી - ITI ઉપર ૧૨ પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે. ?
જવાબઃ હા, ધોરણ-૧૨ સમકક્ષ ગણાય - ૧૨ સમકક્ષનું ગ્રેડ સર્ટી અપલોડ કરવું કે ઇકવિલેન્ટ સર્ટી ?
જવાબઃ ઇકવિલેન્ટ સર્ટી - ગ્રેજયુએશન પુર્ણ થયેલ છે. પરંતુ ૨૧ વર્ષ પુરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ PSI માટે નહી ભરી શકાય પણ લોકરક્ષક માટે ભરી શકાય - ટેટું/ છુંદણા હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે. - આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે. - તુટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય ?
જવાબઃ ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે. - અન્ય રાજયોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે કે કેમ ?
જવાબઃ ના, અન્ય રાજયોના ઉમેદવારો જનરલ તરીકે ફોર્મ ભરી શકે.
નોંધઃ જો કોઇ ઉમદવારને ખાસ કિસ્સામાં જરૂરીયાત જણાય તો જ રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક કરવા જણાવવુ.
“ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નંબરઃ ગ-૧૨, સરિત ઉધાનની નજીક
સેકટર-૯, ગાંધીનગર પીનઃ ૩૮૨૦૦૭”
Gujarat Police Recruitment 2024 – Age Limit:
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર માટે લધુતમ-૨૧ વર્ષ મહત્તમ-૩૫ વર્ષ
- લોકરક્ષક કેટર માટે લધુતમ -૧૮ વર્ષ મહત્તમ-૩૩વર્ષ
પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદામાં છુટ બાબતે સુચનાઓઃ
- SC, ST, SEBC, EWS ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- તમામ મહિલા ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં પાચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ૧૦ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- રાજય પોલીસ દળમાં કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / એ.એસ.આઇ. તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.
- માજી સૈનિકના વખતો વખતના નિયમોનુસાર મળવાપાત્ર છુટ.
- ઉપરોકત તમામ છુટાછાટ બાદ ઉમેદવાર ( માજી સૈનિક સિવાય) ની ઉંમર ૪૫ (પિસ્તાલીસ) વર્ષથી વધુ ન હોવી જોઇએ.
Gujarat Police Recruitment 2024 – Application Fees:
ફકત જનરલ ઉમેદવારો (પુરૂષ/મહિલા) એ
- પો.સ.ઇ. કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ
- લોકરક્ષક કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ
- બંન્ને (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) રૂ. ૨૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ
Gujarat Police Recruitment 2024 – Physical Standards:

Job Advertisement: Click Here
Notification: Click Here
Official website: Click Here
Apply Online: Click Here